PM MODI: વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે મહિનાથી ભારતીય જનતા પાર્ટી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મોદી 14 મેના રોજ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તે મેગા રોડ શો કરશે. આ સહિત અત્યાર સુધીમાં વડાપ્રધાનની 141 રેલીઓ અને રોડ શો થશે. તે મુજબ, 73 વર્ષીય મોદી દરરોજ લગભગ ત્રણ જાહેર કાર્યક્રમોમાં ભાગ લે છે, જેમાં હજારો કિલોમીટરની મુસાફરીનો સમાવેશ થાય છે.