લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અયોધ્યાના સાધુ-સંતોને મળ્યા હતા. અયોધ્યાના સાધુ-સંતોએ અખિલેશ યાદવને રામનામી અર્પણ કરી. અખિલેશ યાદવે કહ્યું કે હવે જો સરકાર બનશે તો અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવામાં આવશે. આ પહેલા પણ સમાજવાદી પાર્ટીની સરકારે અયોધ્યા માટે ઘણા કામો કર્યા છે.