Get App

'એરપોર્ટથી પોર્ટ સુધી બધું જ અદાણીના કબજામાં?' રાજ ઠાકરેએ જાહેર કર્યું લિસ્ટ, મહારાષ્ટ્રની જનતાને આપી મોટી ચેતવણી

Raj Thackeray on Gautam Adani: રાજ ઠાકરેએ ગૌતમ અદાણી પર સાધ્યું નિશાન. કહ્યું- કેન્દ્રની મદદથી એરપોર્ટ અને પોર્ટો પર અદાણીનો કબ્જો. જાણો મહારાષ્ટ્રની જનતાને શું આપી ચેતવણી અને કયા પ્રોજેક્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2026 પર 3:25 PM
'એરપોર્ટથી પોર્ટ સુધી બધું જ અદાણીના કબજામાં?' રાજ ઠાકરેએ જાહેર કર્યું લિસ્ટ, મહારાષ્ટ્રની જનતાને આપી મોટી ચેતવણી'એરપોર્ટથી પોર્ટ સુધી બધું જ અદાણીના કબજામાં?' રાજ ઠાકરેએ જાહેર કર્યું લિસ્ટ, મહારાષ્ટ્રની જનતાને આપી મોટી ચેતવણી
Raj Thackeray on Gautam Adani: રાજ ઠાકરેએ ગૌતમ અદાણી પર સાધ્યું નિશાન. કહ્યું- કેન્દ્રની મદદથી એરપોર્ટ અને પોર્ટો પર અદાણીનો કબ્જો.

Raj Thackeray on Gautam Adani: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના નિશાના પર દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમનું વધી રહેલું સામ્રાજ્ય છે. રાજ ઠાકરેએ ગંભીર આરોપ લગાવ્યો છે કે દેશના મોટાભાગના એરપોર્ટ, પોર્ટો અને અન્ય મહત્વના સેક્ટર્સ હવે ધીરે-ધીરે અદાણી ગ્રુપના કબ્જામાં જઈ રહ્યા છે.

અદાણીના સામ્રાજ્યનો ગ્રાફ: 2014થી 2025

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર ગૌતમ અદાણી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે એક જ કોર્પોરેટ ગ્રુપને સતત મહત્વના પ્રોજેક્ટ્સ આપવામાં આવી રહ્યા છે. પોતાની વાત સાબિત કરવા માટે રાજ ઠાકરેએ નકશા અને વીડિયો પણ રજૂ કર્યા હતા. જેમાં વર્ષ 2014થી લઈને 2025 સુધીમાં અદાણી ગ્રુપનું વિસ્તરણ કેવી રીતે થયું છે તે દર્શાવવામાં આવ્યું છે.

રાજ ઠાકરેએ જે લિસ્ટ જાહેર કર્યું છે તેમાં વીજળી, સિમેન્ટ, મોટા પોર્ટો, એરપોર્ટ અને મહારાષ્ટ્રના MMR (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) વિસ્તારના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે આ ગતિ અસાધારણ છે અને તે ચિંતાનો વિષય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો