Gujarat Cabinet Ministers List: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આજે મોટો કેબિનેટ વિસ્તાર થયો છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં 26 મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યો છે. આ નવા મંત્રીમંડળમાં વિવિધ ઝોનમાંથી ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જે રાજ્યના વિકાસ માટે નવી ઊર્જા આપશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓની હાજરીમાં આ સમારોહ યોજાયો, જે રાજ્યની રાજકારણમાં મહત્વનું પગલું છે.

