અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રવિવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં ડેપ્યુટી લીડર ગૌરવ ગોગોઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સરમાનું કહેવું છે કે ગૌરવ ગોગોઈ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના આમંત્રણ પર પાકિસ્તાન ગયા હતા અને ત્યાં તેમણે પાકિસ્તાન સરકારના એસ્ટાબ્લિશમેન્ટ સાથે મળીને કામ કર્યું હતું. સરમાએ દાવો કર્યો છે કે તેમની પાસે આ આરોપોને સમર્થન આપતા દસ્તાવેજી પુરાવા છે, જે 10 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે.