દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના રાજકીય ભવિષ્ય વિશે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ પછીની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ તેઓ નિવૃત્તિ લેશે ત્યારે તેઓ પોતાનું જીવન વેદ અને ઉપનિષદો વાંચીને વિતાવશે અને આ ઉપરાંત, તેમણે કુદરતી ખેતી કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.