Gujarat Politics: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મંચ પરથી નીતિન પટેલે પોતાની જ પાર્ટીના ધારાસભ્યો, મંત્રીમંડળ અને વર્તમાન વ્યવસ્થા પર સીધા આક્ષેપો કર્યા હતા. તેમના આ આકરા પ્રહારોથી રાજ્યના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે.

