Get App

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: શું ખેડૂતોને થશે નુકસાન? પિયુષ ગોયલે લોકસભામાં આપી મોટી ખાતરી

India-US Trade Deal: અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ નુકસાન નહીં થાય તેવું વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે. જાણો આ ડીલથી ભારતને શું ફાયદો થશે અને સરકારે કઈ બાબતોનું ધ્યાન રાખ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2026 પર 12:52 PM
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: શું ખેડૂતોને થશે નુકસાન? પિયુષ ગોયલે લોકસભામાં આપી મોટી ખાતરીભારત-અમેરિકા ટ્રેડ ડીલ: શું ખેડૂતોને થશે નુકસાન? પિયુષ ગોયલે લોકસભામાં આપી મોટી ખાતરી
India-US Trade Deal: અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ નુકસાન નહીં થાય તેવું વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે.

India-US Trade Deal: કેન્દ્ર સરકારે આજે સંસદમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકા સાથે થયેલી નવી ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) માં ભારતના હિતોનું પૂરેપૂરું રક્ષણ કરવામાં આવ્યું છે. લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે દેશના ખેડૂતોને આશ્વસ્ત કર્યા હતા કે આ કરારથી તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.

ખેડૂતો અને ડેરી ઉદ્યોગ સુરક્ષિત

પિયુષ ગોયલે સદનમાં માહિતી આપતા કહ્યું હતું કે સરકાર માટે 140 કરોડ ભારતીયોની જરૂરિયાતો સર્વોપરી છે. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે, "આ ડીલ કરતી વખતે ભારતીય ડેરી ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે." છેલ્લા એક વર્ષથી બંને દેશો વચ્ચે અલગ-અલગ સ્તરે વાતચીત ચાલી રહી હતી, જેમાં ભારત પોતાના ખેડૂતો અને દુધ ઉત્પાદકોના હિતોને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યું છે.

MSME અને મેક ઈન ઈન્ડિયાને મળશે વેગ

સરકારના જણાવ્યા મુજબ, આ સમજૂતી માત્ર વેપાર વધારવા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે પ્રગતિની નવી તકો ઉભી થશે. આ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય ‘મેક ઈન ઈન્ડિયા, ‘ડિઝાઈન ઈન ઈન્ડિયા અને ઈનોવેટ ઈન ઈન્ડિયા જેવા અભિયાનોને પ્રોત્સાહન આપવાનો છે.

ટ્રમ્પ દ્વારા ટેરિફમાં ઘટાડો

નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગતા રેસિપ્રોકલ ટેરિફને ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે, જે પહેલા વધુ હતો. આ દર અમેરિકા દ્વારા અન્ય હરીફ દેશો પર લગાવાયેલા ટેક્સ કરતા પણ ઓછો છે. ટ્રમ્પે એવી આશા પણ વ્યક્ત કરી છે કે ભારત અમેરિકા પાસેથી એનર્જી, કોલસો, ટેકનોલોજી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ મળીને કુલ 500 અબજ ડોલરની ખરીદી કરી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો