જમ્મુ-કાશ્મીરમાં આવનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં કાશ્મીર ખીણના પ્રખ્યાત મુસ્લિમ નેતા ગુલામ મોહમ્મદ મીરનું નામ પણ સામેલ છે, જે પાર્ટીની વિસ્તરીય રણનીતિનો મહત્વનો ભાગ ગણાય છે. ઉપરાંત રાકેશ મહાજન અને સતપાલ શર્માને પણ ટિકિટ આપવામાં આવી છે. આ ચૂંટણી 24 ઓક્ટોબર, 2025ના રોજ યોજાશે, જેમાં કુલ 4 બેઠકો પર વોટિંગ થશે, પરંતુ ભાજપ 3 પર લડી રહી છે.