લોકસભા ચૂંટણી 2024: લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં રેલી દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, 'એક ચા વેચનાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વમાં 11મા નંબરથી પાંચમા નંબર પર લઈ ગયો. આજે સ્થિતિ એ છે કે ગરીબોના નામે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યા પછી પણ કોંગ્રેસ સરકાર કરોડો ગરીબોના બેન્ક ખાતા ખોલાવી શકી નથી. મોદીએ 10 વર્ષમાં કરોડો ગરીબોના બેન્ક ખાતા ખોલાવ્યા. કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું? બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, બેન્કો કબજે કરી.

