Income Tax Raid: ગુજરાતમાં રજિસ્ટર્ડ, પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને દેશભરમાં મોટો વિવાદ ઊભો થયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટ મુજબ, દેશના ટોચના 10 સૌથી વધુ કમાણી કરતા આવા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે. આ પાંચ પક્ષોમાં 'ભારતીય નેશનલ જનતા દળ' રૂપિયા 957 કરોડની આવક સાથે ટોચ પર છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બુધવાર 12 નવેમ્બરના રોજ વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે.

