Get App

PM મોદી 7 થી 8 જુલાઈ દરમિયાન ચાર રાજ્યોની લેશે મુલાકાત, અનેક વિકાસ પ્રોજેક્ટ્સની આપશે ભેટ

ઉત્તર પ્રદેશ સિવાય આ તમામ રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે દિલ્હીથી સૌપ્રથમ રાયપુર જશે, જ્યાં તેઓ રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરના છ લેન વિભાગ સહિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ જનસભાને સંબોધશે

MoneyControl Newsઅપડેટેડ Jul 05, 2023 પર 3:48 PM
PM મોદી 7 થી 8 જુલાઈ દરમિયાન ચાર રાજ્યોની લેશે મુલાકાત, અનેક વિકાસ પ્રોજેક્ટ્સની આપશે ભેટPM મોદી 7 થી 8 જુલાઈ દરમિયાન ચાર રાજ્યોની લેશે મુલાકાત, અનેક વિકાસ પ્રોજેક્ટ્સની આપશે ભેટ
ગોરખપુરથી, મોદી તેમના મતવિસ્તાર વારાણસી જશે, જ્યાં તેઓ ઘણી મોટી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 7 અને 8 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ (UP), છત્તીસગઢ ( Chhattisgarh), તેલંગાણા (Telangana) અને રાજસ્થાન (Rajasthan)ની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ આશરે રૂપિયા 50,000 કરોડની કિંમતની 50 જેટલી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહત્વનું છે કે,  ઉત્તર પ્રદેશ સિવાય આ તમામ રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે.

વડાપ્રધાન મોદી શુક્રવારે દિલ્હીથી સૌપ્રથમ રાયપુર જશે, જ્યાં તેઓ રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરના છ લેન વિભાગ સહિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ જનસભાને સંબોધશે.

સૂત્રોએ જણાવ્યું કે આ પછી વડાપ્રધાન ગોરખપુર જશે, જ્યાં તેઓ ગીતા પ્રેસમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ત્રણ રૂટ પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે.

ગોરખપુરથી, મોદી તેમના મતવિસ્તાર વારાણસી જશે, જ્યાં તેઓ ઘણી મોટી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો