Sheikh Hasina Bangladesh News: બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક અત્યંત ભાવુક અને આક્રમક લેખ લખીને પોતાના સમર્થકો અને વિરોધીઓને સીધો સંદેશ આપ્યો છે. વર્તમાન સરકારની કાર્યવાહીઓ અને પોતાના દેશવટા વચ્ચે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "મારી ગેરહાજરી એ મારું મૌન નથી. હું ભલે દૂર છું, પરંતુ બાંગ્લાદેશના લોકોની સાથે જ છું."

