Congress vs BJP: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર એમ કહીને પ્રહારો કર્યા હતા કે તેના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગનો પ્રભાવ છે. આ પછી કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જિન્નાની મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરી હતી. કોંગ્રેસે ક્યારેય સમાધાન કર્યું નથી. તેમણે કહ્યું કે જિન્નાના સમર્થકો ભાજપના નેતાઓ છે. લાલકૃષ્ણ અડવાણી અને જસવંત સિંહે પાકિસ્તાન જઈને જિન્નાના વખાણ કર્યા હતા.