પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની રાજકીય કારકિર્દી વિશે એક મોટી વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીમાં તેમની રાજકીય કારકિર્દી ગાંધી પરિવાર દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. આના આધારે તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા, પરંતુ બાદમાં આ જ ગાંધી પરિવારે તેમની રાજકીય કારકિર્દીનો પણ અંત આણ્યો હતો.