Get App

West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં ભડકો! દિલીપ ઘોષે કહ્યું- ‘મંદિર-મસ્જિદથી વોટ નથી મળતા’, અમિત શાહ સાથેની મુલાકાત બાદ ખુલ્લો બળવો

West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ! પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- ‘માત્ર રામ મંદિરથી ચૂંટણી ન જીતાય’. જાણો અમિત શાહ સાથેની બેઠક બાદ તેમણે કેમ કર્યા આકરા પ્રહાર.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2026 પર 12:27 PM
West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં ભડકો! દિલીપ ઘોષે કહ્યું- ‘મંદિર-મસ્જિદથી વોટ નથી મળતા’, અમિત શાહ સાથેની મુલાકાત બાદ ખુલ્લો બળવોWest Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં ભડકો! દિલીપ ઘોષે કહ્યું- ‘મંદિર-મસ્જિદથી વોટ નથી મળતા’, અમિત શાહ સાથેની મુલાકાત બાદ ખુલ્લો બળવો
West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ! પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- ‘માત્ર રામ મંદિરથી ચૂંટણી ન જીતાય’.

West Bengal BJP: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના આંતરિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. પાર્ટીની અંદર ‘જૂના જોગીઓ’ અને ‘નવા આવેલા નેતાઓ’ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના બીજા જ દિવસે, રાજ્યના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે પોતાની જ પાર્ટીની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, માત્ર ધર્મના નામે કે મંદિર-મસ્જિદના મુદ્દે ચૂંટણી જીતવી શક્ય નથી.

અયોધ્યાનું ઉદાહરણ આપીને સાધ્યું નિશાન

દિલીપ ઘોષે એક મોટું નિવેદન આપતા 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો યાદ અપાવ્યા હતા. તેમણે કહ્યું કે, "અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું હોવા છતાં, ભાજપ ત્યાંની ફૈઝાબાદ બેઠક હારી ગયું હતું. આ ઘટના સાબિત કરે છે કે મંદિર અને મસ્જિદ જેવા ભાવનાત્મક મુદ્દાઓ હંમેશા ચૂંટણીના પરિણામો બદલી શકતા નથી."

આ સાથે જ તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જો મમતા દીદી એવું વિચારતા હોય કે તેઓ મંદિરો બનાવીને 2026ની ચૂંટણી જીતી જશે, તો તે તેમની મોટી ભૂલ છે.

પક્ષપલટો કરીને આવેલા નેતાઓ પર પ્રહાર

પોતાના આક્રમક તેવર માટે જાણીતા દિલીપ ઘોષે પાર્ટીના નવા નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે તેમણે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ તેમનો ઈશારો 2021ની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી જેવા નેતાઓ તરફ હતો.

ઘોષે કહ્યું કે, "ભાજપમાં દરેક વ્યક્તિ એક કાર્યકર છે. જે લોકો હાલમાં જ બીજી પાર્ટીમાંથી આવ્યા છે, તેમણે પોતાની ઉપયોગીતા સાબિત કરવી પડશે." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પક્ષમાં જૂના અને નવા નેતાઓ વચ્ચે તિરાડ કેટલી ઊંડી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો