Get App

Maharashtra Politics: શું કોંગ્રેસનો સાથ છોડીને શરદ પવાર મિલાવશે BJP સાથે હાથ? ફડણવીસ સાથેની મોડી રાતની મુલાકાતોથી ખળભળાટ

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે. શરદ પવાર જૂથના નેતાઓએ મોડી રાત્રે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરતા NCP (SP) ના NDA માં જોડાવાની અટકળો તેજ થઈ છે. જાણો શું છે સંપૂર્ણ મામલો.

MoneyControl Newsઅપડેટેડ Jul 15, 2026 પર 12:12 PM
Maharashtra Politics: શું કોંગ્રેસનો સાથ છોડીને શરદ પવાર મિલાવશે BJP સાથે હાથ? ફડણવીસ સાથેની મોડી રાતની મુલાકાતોથી ખળભળાટMaharashtra Politics: શું કોંગ્રેસનો સાથ છોડીને શરદ પવાર મિલાવશે BJP સાથે હાથ? ફડણવીસ સાથેની મોડી રાતની મુલાકાતોથી ખળભળાટ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,,શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પહેલા મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે તેમની સાથે મુલાકાત કરી.

Maharashtra Politics:  મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ગરમાવો આવી ગયો છે અને ગમે ત્યારે કોઈ મોટો ખેલ થઈ શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે (14 જુલાઈ) મોડી રાત્રે NCP ના બંને જૂથોના વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે અલગ-અલગ મુલાકાતો કરી છે. આ ગુપ્ત બેઠકો બાદ શરદ પવારના આગામી રાજકીય પગલાને લઈને નવી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું શરદ પવારની પાર્ટી કોંગ્રેસનો સાથ છોડીને NDA માં જોડાશે કે પછી કોઈ નવું રાજકીય સમીકરણ રચાશે?

કોણે કોની સાથે કરી મુલાકાત?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,,શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પહેલા મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે તેમની સાથે મુલાકાત કરી. ત્યારબાદ સાંજે તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક યોજી. આ જ સમયગાળા દરમિયાન સત્તાધારી અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે અલગથી મુલાકાત કરી. જોકે, આ બેઠકોમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ પણ નેતા કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

NDA ને પરિસીમન બિલમાં મળી શકે છે શરદ પવારનો સાથ!

ન્યૂઝ 18 ના અહેવાલમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, શરદ પવારની NCP કેન્દ્ર સરકારના મહત્વના પરિસીમન બિલના સમર્થનમાં NDA ને સાથ આપી શકે છે. એવી પણ શક્યતા છે કે શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે આજે બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

શરદ પવાર જૂથ સામે શું છે રાજકીય પડકારો?

બધા સમાચાર

+ વધુુ વાંચો