India Alliance: કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઈન્ડિયા એલાયન્સમાં તેમના સહયોગી કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના લોકસભા ચૂંટણી ઢંઢેરાની ટીકા કરતા વિજયને કહ્યું કે તે ‘કોમી હિંદુત્વની રાજનીતિ' દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. અલપ્પુઝામાં તેમના સંબોધન દરમિયાન, વિજયને કહ્યું, "સીપીઆઈ(એમ) મેનિફેસ્ટો સ્પષ્ટપણે વિભાજનકારી CAAને રદ કરવાનો તેનો ઈરાદો દર્શાવે છે, પરંતુ કોંગ્રેસનો ઢંઢેરો આ બાબતે સ્પષ્ટ મૌન દર્શાવે છે."

