Get App

મુંબઈનો 'કિંગ' કોણ? BMC સહિત 29 જગ્યાએ વોટિંગ શરૂ, અક્ષય કુમારે કહ્યું- ‘આપણા હાથમાં છે રિમોટ કંટ્રોલ'

Maharashtra Election: મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ અને BMC માટે મતદાન શરૂ. મુંબઈમાં કોનું પલડું ભારે? અક્ષય કુમારે મતદાન બાદ લોકોને કરી ખાસ અપીલ. જાણો ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ અને આંકડા.

MoneyControl Newsઅપડેટેડ Jan 15, 2026 પર 10:01 AM
મુંબઈનો 'કિંગ' કોણ? BMC સહિત 29 જગ્યાએ વોટિંગ શરૂ, અક્ષય કુમારે કહ્યું- ‘આપણા હાથમાં છે રિમોટ કંટ્રોલ'મુંબઈનો 'કિંગ' કોણ? BMC સહિત 29 જગ્યાએ વોટિંગ શરૂ, અક્ષય કુમારે કહ્યું- ‘આપણા હાથમાં છે રિમોટ કંટ્રોલ'
Maharashtra Election: મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ અને BMC માટે મતદાન શરૂ.

Maharashtra Election: મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મોટો અને નિર્ણાયક સાબિત થવાનો છે. રાજ્યની આર્થિક નસ ગણાતી મુંબઈ (BMC) સહિત કુલ 29 મહાનગરપાલિકાઓમાં સત્તા કોના હાથમાં જશે, તેનો ફેંસલો કરવા માટે આજ સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:30 વાગ્યાથી શરૂ થયેલી આ વોટિંગ પ્રક્રિયા સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 2022માં શિવસેનામાં પડેલા ભંગાણ બાદ મહારાષ્ટ્રના રાજકારણ માટે આ ચૂંટણી કોઈ 'અગ્નિપરીક્ષા'થી ઓછી નથી.

મુંબઈમાં કોનું જોર? ઠાકરે બંધુઓ વર્સીસ ભાજપ-શિવસેના

આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નહીં, પણ શાખ બચાવવા માટે પણ લડાઈ રહી છે. મુંબઈ પર ફરીથી પકડ જમાવવી એ ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વનો સવાલ છે. આ માટે તેઓ પોતાના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ, વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કરનારી ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ની યુતિ પોતાની તાકાત વધારવા માટે પૂરો દમ લગાવી રહી છે. આ જંગ ખરાખરીનો સાબિત થવાનો છે.

અક્ષય કુમારની મુંબઈગરાઓને ખાસ અપીલ

મતદાનના પ્રારંભે જ દિગ્ગજોએ પોતાની ફરજ બજાવી હતી. નાગપુરમાં RSS વડા મોહન ભાગવતે વહેલી સવારે મતદાન કર્યું હતું. જ્યારે મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર પણ સવાર-સવારમાં લાઈનમાં ઉભા રહીને વોટ આપતા જોવા મળ્યા હતા.

મતદાન કર્યા બાદ અક્ષય કુમારે મુંબઈના લોકોને જાગૃત કરતા એક દમદાર મેસેજ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "આજે BMC માટે વોટિંગ છે. એક મુંબઈકર તરીકે આજે રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે. જો આપણે શહેરના અસલી હીરો બનવું હોય તો ખાલી વાતો કે ડાયલોગબાજી કરવાથી કઈ નહીં વળે, તમારે ઘરની બહાર નીકળીને વોટ આપવો જ પડશે."

બધા સમાચાર

+ વધુુ વાંચો