Get App

'યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો પરેશાન'- બજેટ પર રાહુલ ગાંધી લાલઘૂમ, કહ્યું- મોદી સરકાર અસલી મુશ્કેલીઓથી અજાણ

બજેટ 2026 પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ બજેટમાં યુવાનોની નોકરી અને ખેડૂતોની સમસ્યાને નજરઅંદાજ કરાઈ છે. ખડગેએ કહ્યું- સરકાર પાસે હવે આઈડિયા ખૂટી ગયા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 3:57 PM
'યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો પરેશાન'- બજેટ પર રાહુલ ગાંધી લાલઘૂમ, કહ્યું- મોદી સરકાર અસલી મુશ્કેલીઓથી અજાણ'યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો પરેશાન'- બજેટ પર રાહુલ ગાંધી લાલઘૂમ, કહ્યું- મોદી સરકાર અસલી મુશ્કેલીઓથી અજાણ
માત્ર રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બજેટને લઈને મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે.

Rahul Gandhi on Budget: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં યુનિયન બજેટ રજૂ કર્યું છે. જોકે, વિપક્ષે આ બજેટ સામે સવાલો ઉભા કર્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બજેટ પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મોદી સરકારે દેશના અસલી સંકટો અને ગ્લોબલ પડકારોને સાવ નજરઅંદાજ કરી દીધા છે.

'સરકાર સુધારો કરવા જ નથી માંગતી' - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, "દેશના યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. એક તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પડી ભાંગ્યું છે, તો બીજી તરફ રોકાણકારો પોતાની મૂડી પાછી ખેંચી રહ્યા છે."

રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય ઘરોની બચત (Savings) ઝડપથી ઘટી રહી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ એક એવું બજેટ છે જે સુધારા કરવા માંગતું નથી અને ભારત પર તોળાઈ રહેલા અસલી સંકટોથી સાવ અજાણ છે. આવનારા સમયના ગ્લોબલ ઝટકાઓને પણ બજેટમાં ધ્યાને લેવાયા નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો