Get App

પ્રોપર્ટી ગુરૂ: અફોર્ડેબલ સેગ્મેન્ટ માટે બજેટથી શું અપેક્ષા, રેન્ટલ હાઉસિંગ પર થશે ફોકસ

કેવલ વાલંભિયાનું કહેવુ છે કે પ્રોપર્ટી એક્સપોમાં મહિલાઓ માટે ખાસ સ્કીમ હોય છે. 0.21% મહિલાઓના નામે જ પોતાના ઘર લે છે. MCHI-CREDAI વધુ મહિલાઓ પ્રોપર્ટી ખરીદે એવા પ્રયાસ કરે છે. MCH-CREDAI પહેલી વાર ઘર લેનાર મહિલાને 2 લાખનું પેકેજ આપશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 15, 2025 પર 2:48 PM
પ્રોપર્ટી ગુરૂ: અફોર્ડેબલ સેગ્મેન્ટ માટે બજેટથી શું અપેક્ષા, રેન્ટલ હાઉસિંગ પર થશે ફોકસપ્રોપર્ટી ગુરૂ: અફોર્ડેબલ સેગ્મેન્ટ માટે બજેટથી શું અપેક્ષા, રેન્ટલ હાઉસિંગ પર થશે ફોકસ
સરકારે રેન્ટલ હાઉસિંગ પર ફોકસ કરવું જોઇએ. રેન્ટલ હાઉસિંગ માટે નવી સિસ્ટમ બનાવવી જોઇએ.

Credai-mchi ના સેક્રેટરી અને અજમેરા રિયલ્ટીના ડિરેક્ટર ધવલ અજમેરાનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ GDP ગ્રોથમાં 30% થી 50%નો ફાળો આપે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે પારદર્શકતા વધી ચુકી છે. ગ્રાહકને હોમલોનનું વ્યાજ પર ટેક્સ ડીડક્શન મળવું જોઇએ. હોમલોનના વ્યાજ પર 2 લાખ પર કર રાહત છે આ રાહત વધારવી જોઇએ.

ધવલ અજમેરાએ આગળ કહ્યું કે GSTનું સરળીકરણ ખાસ જરૂરી છે. અફોર્ડેબલ ઘરોને ટેક્સ ફ્રી હોમ બનાવી બુસ્ટ આપી શકાય. CREDAI-MCHIનો 32મો પ્રોપર્ટી એક્સપો શરૂ થયો. મુંબઇમાં CREDAI-MCHI એક્સપો થાય છે. 100થી વધુ ડેવલપર્સની 500થી વધુ પ્રોપર્ટી એક મંચ પર છે.

Credai-mchi ના પ્રેસિડન્ટ અને રોમેલ ગ્રુપના ડિરેક્ટર ડોમનિક રોમેલનું કહેવુ છે કે મુંબઇમાં રિડેવલપમેન્ટને લઇ ઘણા પડકાર્યા છે. રિડેવલપમેન્ટ માટે GST પર રાહત મળવી જોઇએ. 60 ચોમી સુધીના ઘરને અફોર્ડેબલ ગણવા જોઇએ. અફોર્ડેબલની વ્યાખ્યા માટે પ્રાઇસ કેપ ન હોવી જોઇએ.

રેન્ટલ હાઉસિંગ પર થશે ફોકસ?

બધા સમાચાર

+ વધુુ વાંચો