શાહરૂખ ખાન ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલેબ બની ગયો છે. તેણે રુપિયા 92 કરોડનો ટેક્સ ભર્યો છે. અમિતાભ બચ્ચને રુપિયા 71 કરોડ અને અજય દેવગણે રુપિયા 42 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. આ લિસ્ટમાં સલમાન ખાન, રણબીર કપૂર, કેટરીના કૈફ અને કરીના કપૂર પણ સામેલ છે.

