જાપાનની એક મોટી બેન્કના કર્મચારીએ કસ્ટમર્સના લોકરમાંથી લગભગ 1.4 અબજ યેન (9 મિલિયન યુએસ ડોલર) ચોરી લીધા. કર્મચારીની ચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ બેન્કના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટના માટે માફી માંગી હતી. આ બધા વચ્ચે આશ્ચર્યજનક વાત એ છે કે બેન્ક અધિકારીઓએ તેમના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. MUFG બેન્કની બે શાખાઓમાં થયેલી આ ચોરીઓ ચાર વર્ષના સમયગાળામાં કરવામાં આવી હતી અને આ મામલો ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશમાં આવ્યો હતો.