Air Purifier Price online: ગયા અઠવાડિયે દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે હવામાનમાં થોડો સુધારો થયો હતો, પરંતુ દિવાળી પછી હવા ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે. રવિવારે દિવાળીના અવસર પર લોકોએ ફટાકડા ફોડ્યા, ત્યારબાદ હવાની ક્વોલિટી ખરાબ થઈ ગઈ. દેશના ઘણા ભાગોનો AQI સતત કથળી રહ્યો છે. આવી સ્થિતિમાં, લોકો સારી હવામાં શ્વાસ લેવા માટે એર પ્યુરીફાયર ખરીદી રહ્યા છે, અને ઘણા લોકો સમજી શકતા નથી કે શ્રેષ્ઠ એર પ્યુરીફાયર શું છે અને તેને ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ…

