Air India: એર ઇન્ડિયાએ દિલ્હીથી વોશિંગ્ટન ડીસી સુધીની તેની ફ્લાઇટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સોમવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે 1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન ડીસી સુધીની ફ્લાઇટ્સ સ્થગિત કરી રહી છે. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અનેક ઓપરેશનલ કારણોસર લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાની દિલ્હી-વોશિંગ્ટન ડીસી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય એરલાઇન્સે તેના બોઇંગ ફ્લીટને રિટ્રોફિટ કરવાનું શરૂ કર્યા પછી તરત જ લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એરલાઇન્સે ગયા મહિને તેના 26 બોઇંગ 787-8 વિમાનને રિટ્રોફિટ કરવાનું શરૂ કર્યું હતું.