ISRO Gaganyaan Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ગગનયાન મિશન હેઠળ એક મહત્વનું પગલું ભર્યું છે. પ્રથમ ઈન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ (IADT-01) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જેમાં પેરાશૂટની મદદથી અંતરિક્ષ યાનની ગતિ નિયંત્રિત કરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ ટેસ્ટમાં ભારતીય વાયુસેના, DRDO, નૌસેના અને કોસ્ટ ગાર્ડે સહયોગ આપ્યો હતો. ઈસરોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ સફળતા અનેક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.