Tea Biscuit: ભારતમાં મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત આંખ ખોલતાની સાથે જ ચાથી કરે છે. સવાર હોય કે સાંજ, ચાની સાથે બિસ્કિટ મળે તો મજા બમણી થઈ જાય છે. પુખ્ત વયના લોકો જ નહીં, બાળકો પણ ચા અને બિસ્કિટ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ક્યારેક લોકો ચા અને બિસ્કિટને હળવી ભૂખને કાબૂમાં રાખવા માટે પણ સારો વિકલ્પ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભલે તમે થોડી ક્ષણો માટે ઊર્જા અનુભવો. પેટ ભરેલું લાગ્યું. પરંતુ આ મિશ્રણ લાંબા ગાળે તમારા માટે ખતરનાક સાબિત થશે.

