India vs Pakistan: એશિયા કપ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રમત મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેશે નહીં. ઉપરાંત, પાકિસ્તાની ટીમોને ભારતમાં દ્વિપક્ષીય મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રમત મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન કોઈપણ દ્વિપક્ષીય રમત સ્પર્ધામાં ભાગ લેશે નહીં, પરંતુ ક્રિકેટ ટીમને આવતા મહિને એશિયા કપમાં રમવાથી રોકવામાં આવશે નહીં.