Get App

Boycott Turkey: JNU, જામિયા બાદ હવે હૈદરાબાદની આ યુનિવર્સિટીએ પણ લીધો મોટો નિર્ણય, તુર્કી સાથેનો કરાર તોડ્યો

Boycott Turkey: આ શ્રેણીની શરૂઆત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)એ કરી હતી. JNUએ તુર્કીની યુનિવર્સિટીઓ સાથેના તમામ શૈક્ષણિક કરારોને રદ કરીને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. JNUના આ નિર્ણય બાદ જામિયા અને હવે MANUUએ પણ આ પગલું ભર્યું છે.

MoneyControl Newsઅપડેટેડ May 16, 2025 પર 4:16 PM
Boycott Turkey: JNU, જામિયા બાદ હવે હૈદરાબાદની આ યુનિવર્સિટીએ પણ લીધો મોટો નિર્ણય, તુર્કી સાથેનો કરાર તોડ્યોBoycott Turkey: JNU, જામિયા બાદ હવે હૈદરાબાદની આ યુનિવર્સિટીએ પણ લીધો મોટો નિર્ણય, તુર્કી સાથેનો કરાર તોડ્યો
આ નિર્ણયો ભારતના શૈક્ષણિક સંસ્થાનોના રાષ્ટ્રવાદી અભિગમને દર્શાવે છે. દેશભરની અન્ય યુનિવર્સિટીઓ પણ આવા પગલાં લે તેવી શક્યતા છે.

Boycott Turkey: ભારત-પાકિસ્તાન તણાવમાં તુર્કીના પાકિસ્તાન પ્રત્યેના ખુલ્લા સમર્થન બાદ ભારતની યુનિવર્સિટીઓએ તુર્કી સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. JNU અને જામિયા મિલિયા ઇસ્લામિયા બાદ હવે હૈદરાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી (MANUU)એ પણ તુર્કીના યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ સાથેના તમામ એકેડેમિક કરારો તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને દેશહિતમાં લેવાયેલું મહત્ત્વનું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

MANUUનો મોટો નિર્ણય

મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તેઓ તુર્કીના યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ સાથેના એકેડેમિક MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ)ને તાત્કાલિક અસરથી સમાપ્ત કરી રહ્યા છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય તુર્કી દ્વારા પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા અને ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન પાકિસ્તાનનું સમર્થન કરવાને કારણે લેવામાં આવ્યો છે.

2 જાન્યુઆરી 2024નો કરાર

MANUUએ જણાવ્યું કે 2 જાન્યુઆરી 2024ના રોજ યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ સાથે પાંચ વર્ષના એકેડેમિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, MANUUના સ્કૂલ ઓફ લેન્ગ્વેજેઝ, લિંગ્વિસ્ટિક્સ એન્ડ ઇન્ડોલોજીમાં ટર્કિશ લેન્ગ્વેજનો ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. આ કોર્સ માટે તુર્કીથી એક વિઝિટિંગ પ્રોફેસરની સેવાઓ લેવામાં આવી હતી. જોકે, આ પ્રોફેસર પહેલેથી જ તેમના દેશ પરત ફરી ગયા છે.

જામિયા મિલિયા ઇસ્લામિયાનું પણ પગલું

જામિયા મિલિયા ઇસ્લામિયાએ પણ તુર્કીની તમામ યુનિવર્સિટીઓ સાથેના એકેડેમિક કરારોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જામિયાના ચીફ પીઆરઓ સાયમા સઈદે જણાવ્યું, “અમે દેશહિતમાં આ નિર્ણય લીધો છે. અમારા માટે દેશ સૌથી પહેલાં છે. હાલના સંજોગોમાં અમારા માટે દેશથી વધુ મહત્ત્વનું કંઈ નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ રજબ એર્દોગનના ભારત પ્રવાસ દરમિયાન જામિયામાં આવ્યા હતા અને તે સમયે કેટલાક MOU પર હસ્તાક્ષર થયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો