ISRO: ઈસરોના નામે ચંદ્રયાનની સફળતા બાદ વધુ એક મોટી સફળતા નોંધાઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવાર, 30 જુલાઈના રોજ સવારે 6.30 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) શ્રીહરિકોટોથી 7 ઉપગ્રહો સાથે PSLV-C56 સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3ની સફળતા બાદ ISROના નામે વધુ એક મોટી સફળતા નોંધાઈ છે. ઈસરોએ આ પ્રસંગે જણાવ્યું કે મિશન સફળ રહ્યું છે. બીજી તરફ, ISRO ચીફ એસ સોમનાથે પ્રક્ષેપણની સફળતા પર કહ્યું કે અભિનંદન PSLV-C56 પ્રાથમિક ઉપગ્રહ ડીએસ-એસએઆર સહિત 7 ઉપગ્રહો અને અન્ય 6 ઉપગ્રહો સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યા છે.

