Get App

Chemical theft: વરણામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

Chemical theft: વરણામા પોલીસને બાતમી મળી હતી કે, વરણામા ગામ પાસે નેશનલ હાઈવે પર દુર્ગા હોટલની પ્રીમાઇસીસમાં એક ટેન્કરનો ચાલક દુર્ગા હોટલના સંચાલક સાથે મળીને ટેન્કર માંથી કેમિકલ ચોરી કરે છે. જેથી વરણામા પોલીસે રેડ પાડી હતી

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2023 પર 11:50 AM
Chemical theft: વરણામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સની ધરપકડChemical theft: વરણામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ
સમગ્ર વિગતો આપને જણાવીએ તો વરણામાની સરહદમાં આવેલી હોટલ દુર્ગાના કમ્પાઉન્ડમાં એક ટેન્કર ચાલક હોટલના સંચાલક સાથે મળી ટેન્કરમાંથી કેમિકલ કેરબામાં ભરી સગેવગે કરતો હતો

Chemical theft: વડોદરા-કરજણ હાઇવે પર વરણામા પાસે આવેલી દુર્ગા હોટલ પાસે ચાલતા કેમિકલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વરણામા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં હોટલ માલિક સહિત બે શખ્સોની ધરપકડ કરી રૂપિયા 15.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સમગ્ર વિગતો આપને જણાવીએ તો વરણામાની સરહદમાં આવેલી હોટલ દુર્ગાના કમ્પાઉન્ડમાં એક ટેન્કર ચાલક હોટલના સંચાલક સાથે મળી ટેન્કરમાંથી કેમિકલ કેરબામાં ભરી સગેવગે કરતો હતો, આ અંગેની બાતમી મળતાં પોલીસે મોડી રાત્રે દોઢ વાગે હોટલ પર દરોડો પાડી તપાસ કરતાં એક ટેન્કર ઊભેલું હતું અને ટેન્કરની ઉપર પ્લાસ્ટિકની પાઇપ લગાવી આ પાઇપ મારફતે જમીન પર મૂકેલ કેરબામાં કેમિકલ કઢાઈ રહ્યું હતું.

દરમિયાન પોલીસને જોતાં જ ત્રણ શખ્સો રાત્રિના અંધારામાં ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે એક શખ્સ મિથુન ઉર્ફે મિતેષ પ્રતાપ મેઘવાલને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય બે ભાગવામાં સફળ રહ્યા હતાં. ઝડપાયેલો શખ્સ હોટલનો માલિક હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બાદમાં મહારાષ્ટ્ર પાસિંગની ટેન્કરના ચાલક અરવિંદ યદુનાથ યાદવને પણ ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ ઝડપાયેલા હોટલ માલિકના પુત્ર આકાશને વોન્ટેડ જાહેર કરાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો