China: ચીનની ઈન્ટરનેટ મોનિટરિંગ બોડીએ બાળકોને લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રોકવા માટે નિયમો તૈયાર કર્યા છે. ચીનના સાયબર સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઈના (CAC) એ બુધવારે તેની સાઈટ પર આ સંબંધમાં ડ્રાફ્ટ ગાઈડલાઇન પણ પબ્લીસ કરી છે. સંગઠનના આ પગલાથી Tencent અને ByteDance જેવી કંપનીઓને આંચકો લાગ્યો છે, જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઈન ગેમ્સ ચલાવે છે.

