China Bullet Train: ચીન સતત પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે અને દેશમાં પરિવહન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચીને રવિવારે તેની હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું નવું મોડલ રજૂ કર્યું છે. ટ્રેન નિર્માતા દાવો કરે છે કે પરીક્ષણ દરમિયાન તેની મહત્તમ ઝડપ 450 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી, જે તેને વિશ્વની સૌથી ઝડપી હાઇ-સ્પીડ ટ્રેન બનાવે છે.

