Get App

Gujarat weather update: અરબી સમુદ્રમાંથી આવી રહી છે આફત? શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ

Gujarat weather update: અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 18, 2023 પર 1:03 PM
Gujarat weather update: અરબી સમુદ્રમાંથી આવી રહી છે આફત? શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગGujarat weather update: અરબી સમુદ્રમાંથી આવી રહી છે આફત? શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ
Gujarat weather update: અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા

Gujarat weather update: રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં બે ઋતુઓ ઉનાળો અને શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે ગુજરાત પર વાવાઝોડું આવશે કે નહીં તે અંગે શું કહ્યું છે તે જોઇએ.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે અમદાવાદના વાતાવરણ અંગે જણાવ્યુ કે, અમદાવાદનું વાતાવરણ સારું રહેશે. અહીં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે એટલે ખુશનુમા માહોલ રહેશે. આ સાથે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન લગાવ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે, અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. પરંતુ ટ્રેક કઈ તરફ રહેશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકે એવી આશંકા પ્રબળ બની છે. અરબ સાગરમાં ખૂંખાર વાવાઝોડું આકાર લઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો