Vibrant Gujarat Global Summit 2024: 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું બુધવારે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સમિટ 10 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. મહેમાનોની સુરક્ષા અને ભોજન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મહેમાનોને ગુજરાતી સંસ્કૃતિનો પરિચય કરાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. સમિટમાં આવનાર મહેમાનો માટે સંપૂર્ણપણે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં કોઈ માંસાહારી વાનગી પીરસવામાં આવશે નહીં.