Elon Muskની AI કંપની xAI એ તેનું નવું ચેટબોટ- Grok 3 લોન્ચ કર્યું છે. લોન્ચ ડેમો ઇવેન્ટમાં, મસ્કે કહ્યું કે તેઓ ગ્રોક 3 રજૂ કરીને "અત્યંત ખુશ" છે. મસ્કના મતે, તે ગ્રોક 2 કરતા ઘણું સારું છે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. મસ્કે ગ્રોક એઆઈ બનાવનાર ટીમની પણ પ્રશંસા કરી. Grok 3 ચીનની DeepSeek, Googleની Gemini 2 Pro અને OpenAIની ChatGPT 4o સાથે સીધી કોમ્પિટિશનમાં છે. ઇવેન્ટમાં, xAI એ તુલનાત્મક બેન્ચમાર્ક દર્શાવ્યું જેમાં Grok 3 એ વિજ્ઞાન, કોડિંગ અને ગણિતમાં અન્ય ચેટબોટ્સને પાછળ રાખી દીધા.