Mahakumbh 2025: પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 2025ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને તે 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તેમાં લગભગ 40 કરોડ ભક્તો પહોંચશે તેવી અપેક્ષા છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ પણ આ મેગા ઇવેન્ટમાં પોતાની સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર છે અને આ માટે તેણે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) સાથે હાથ મિલાવ્યા છે. અહેવાલો અનુસાર, આ દ્વારા દરરોજ લગભગ 1 લાખ ભક્તોને મહાપ્રસાદ સેવા પૂરી પાડવામાં આવશે.