Gmail Blue Tick: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter), ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) ની તર્જ પર હવે જીમેલ બાજુથી પણ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવામાં આવી છે. જીમેલની માલિકી ધરાવતી જાયન્ટ ટેક કંપની ગૂગલે જાહેરાત કરી છે કે તે તેના યુઝર્સને બ્લુ ટિક આપશે. કંપનીનું કહેવું છે કે આની મદદથી આસાનીથી ઓળખી શકાય છે કે લોકોને યોગ્ય યૂઝર તરફથી ઈમેલ મળી રહ્યો છે કે પછી કોઈ ફ્રોડ મેઈલ આઈડીથી. કંપનીનો દાવો છે કે આ યુઝર્સને છેતરપિંડીથી બચાવશે. ગૂગલે જણાવ્યું કે આ ફીચર રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. તે Google Workspace, G Suite Basic અને Businessના તમામ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ છે.

