Google Maps: ગૂગલ મેપ્સ એ મુસાફરી દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાતી નેવિગેશન એપ્સમાંથી એક છે અને તેના નવા ફીચર દ્વારા યુઝર્સને હવે પૈસા બચાવવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ આ એપમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જેની મદદથી ઇંધણ (પેટ્રોલ અથવા ડીઝલ)ની બચત કરી શકાય છે અને હવે આ ફીચરને ભારતીય બજારનો પણ એક ભાગ બનાવવામાં આવ્યો છે.

