Get App

ક્રૂડ-LNG સંકટ પર સરકાર એક્શનમાં: અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવાઈ, 24 જહાજ અને 600 ભારતીયો ફસાયા

ક્રૂડ-LNG સંકટ પર અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની કમિટી બની. 24 ભારતીય જહાજ અને 600 ભારતીયો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ફસાયા. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર વટ્યું.

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2026 પર 4:23 PM
ક્રૂડ-LNG સંકટ પર સરકાર એક્શનમાં: અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવાઈ, 24 જહાજ અને 600 ભારતીયો ફસાયાક્રૂડ-LNG સંકટ પર સરકાર એક્શનમાં: અમિત શાહના વડપણ હેઠળ ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવાઈ, 24 જહાજ અને 600 ભારતીયો ફસાયા
વિદેશ મંત્રાલય ઈરાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. ભારતીય જહાજોને સલામત રીતે પસાર કરાવવા માટે વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતે ઉભી થયેલી તંગ પરિસ્થિતિને લઈને ભારત સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ક્રૂડ ઓઈલ અને LNG સપ્લાયને લગતા આ ગંભીર સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે ત્રણ સભ્યોની એક ખાસ કમિટીની રચના કરી છે.

કમિટીમાં કોણ કોણ છે?

આ મહત્વપૂર્ણ કમિટીમાં ત્રણ સિનિયર કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરાયો છે. જેમાં અધ્યક્ષ તરીકે ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સામેલ છે. આ કમિટી ઈરાન સંકટ અને ભારતીય જહાજોની સલામત અવરજવરને લગતા તમામ નિર્ણયો લેશે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે શું સ્થિતિ છે?

સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ઘણી ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. બે જહાજ - પરિમલ અને પુષ્પક - હાલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે. 24 ભારતીય જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બીજી તરફ ફસાયેલા છે. આ જહાજોમાં 600 થી વધુ ભારતીય નાગરિકો હાજર છે.

ઈરાન સાથે વાટાઘાટ ચાલુ

વિદેશ મંત્રાલય ઈરાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. ભારતીય જહાજોને સલામત રીતે પસાર કરાવવા માટે વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. સીમિત સંખ્યામાં ભારતીય જહાજોની અવરજવરની છૂટ મળે તે માટે ચર્ચા ચાલી રહી છે. જોકે, ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા અને તેના સમર્થક દેશોને કોઈ રાહત નહીં મળે. ઈરાને ચેતવણી આપી છે કે, અમેરિકાનું એક ટીપું તેલ પણ આ માર્ગેથી પસાર નહીં થવા દેવાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો