Get App

Gujarat Weather Change: ગુજરાત પર 72 કલાકનું ‘આકાશી સંકટ’.. ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા

Gujarat Weather Change: ગુજરાતમાં હાલ એક તરફ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ લોકોને ચિંતામાં મૂક્યા છે. માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત સક્રિયતાને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 24, 2025 પર 11:59 AM
Gujarat Weather Change: ગુજરાત પર 72 કલાકનું ‘આકાશી સંકટ’.. ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતાGujarat Weather Change: ગુજરાત પર 72 કલાકનું ‘આકાશી સંકટ’.. ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા
Gujarat Weather Change: ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદનું સંકટ ઉભું થઈ શકે છે.

Gujarat Weather Change: ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદનું સંકટ ઉભું થઈ શકે છે. હવામાન નિષ્ણાતો અને વાતાવરણની હાલની સ્થિતિને જોતાં એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠું ત્રાટકી શકે છે. જોકે, હવામાન વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

બેવડી ઋતુનો અનુભવ

ગુજરાતમાં હાલ એક તરફ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ લોકોને ચિંતામાં મૂક્યા છે. માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત સક્રિયતાને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે, જેની અસર 26 માર્ચથી ગુજરાતમાં જોવા મળી શકે છે. પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું બની શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં 10 મિમી સુધીનો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

કયા વિસ્તારો પર અસર?

આ સંભવિત માવઠું કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અસર કરી શકે છે. હાલમાં આકાશ તપી રહ્યું છે અને શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ માર્ચના અંતમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતા છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે, જે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

ખેડૂતો માટે ચિંતા

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, માર્ચના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જોકે હજુ સુધી આ માત્ર અનુમાન જ છે. હાલ દેશના અન્ય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં કમોસમી વરસાદની આફત જોવા મળી રહી છે, જે ગુજરાત માટે પણ ચેતવણીરૂપ છે. હાલમાં માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં જણસી આવી રહી છે, અને જો વરસાદ પડશે તો તેનાથી ખેડૂતોની જણસીને નુકસાન થવાનું જોખમ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો