Get App

Gujarat Weather: વરસાદને લઈ આવ્યા ખુશીના સમાચાર, ઠંડો પડેલો મેઘો કાલથી ફરી બેટિંગ કરશે શરૂ, જાણો શું કહ્યું હવામાન વિભાગે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી વરસાદનું જોર વધશે. વરસાદની ગતિવિધિ તેજ થશે. ગુજરાતમાં અહીં ભારે વરસાદની આગાહી.

MoneyControl Newsઅપડેટેડ Aug 18, 2023 પર 2:43 PM
Gujarat Weather: વરસાદને લઈ આવ્યા ખુશીના સમાચાર, ઠંડો પડેલો મેઘો કાલથી ફરી બેટિંગ કરશે શરૂ, જાણો શું કહ્યું હવામાન વિભાગેGujarat Weather: વરસાદને લઈ આવ્યા ખુશીના સમાચાર, ઠંડો પડેલો મેઘો કાલથી ફરી બેટિંગ કરશે શરૂ, જાણો શું કહ્યું હવામાન વિભાગે
Gujarat Weather: ફરીથી મેઘ સવારી માટે થઈ જાઓ તૈયાર

Gujarat Weather:રાજ્ય માટે ઓગસ્ટ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ડ્રાય રહ્યો છે. છૂટાછવાયા વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતોને રાહત આપનારી છે. કેમ કે, આવતીકાલથી જ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાને લીધે ચિંતા વધી હતી, પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમુક સ્થળોએ વરસાદ થઇ શકે છે. કાલથી વરસાદી ગતિવિધિ થોડી વધવાની સંભાવના છે. જ્યારે 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.

આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, હાલ રાજ્યમાં મોટાભાગે ભારે વરસાદની સંભાવના ઘણી ઓછી છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો