Heat Wave Alert: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-NCR માં જોરદાર લૂ ચાલી રહી છે, જેના કારણે દિવસનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. રાત્રિના તાપમાનમાં પણ પર્યાપ્ત ઘટાડો ન થવાને કારણે સામાન્ય લોકોને ગરમીથી જરા પણ રાહત મળી રહી નથી.

