Holi Special Travel: પશ્ચિમ રેલ્વેએ હોળી-ધુળેટી અને ઉનાળાની રજાઓ માટે 50 વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, એસટી વિભાગ દ્વારા સુરતથી 550 વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે. ઉનાળાના વેકેશન સુધી ખાસ ટ્રેનો દોડશે, જ્યારે બસો હોળી-ધુળેટી તહેવાર સુધી દોડાવવાનું આયોજન છે. હાલમાં, પશ્ચિમ રેલ્વેએ ગુજરાત થઈને વિવિધ રાજ્યોમાં જતી 6 વિશેષ ટ્રેનોનો સમય અને તારીખ સહિતનું સમયપત્રક જાહેર કર્યું છે.

