અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકોને $100 બિલિયન અને $300 બિલિયનની સબસિડી આપી રહ્યું છે. તેમણે કહ્યું કે જો આવું છે તો આ બંને દેશોએ અમેરિકાનો હિસ્સો બની જવું જોઈએ. ટ્રમ્પએ ધમકી આપી છે કે જો કેનેડા અને મેક્સિકો તેમના સંબંધિત પ્રદેશોમાંથી અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પ્રવાહને અટકાવશે નહીં, તો તે બંને દેશો પર ભારે ટેરિફ લાદશે.