IMD heatwave alert: ગુજરાતમાં હોળી પછી રાજ્યમાં ગરમીનું સ્તર સતત વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે. હવામાન વિભાગે 18થી 20 માર્ચ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના વિવિધ ભાગોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ યથાવત્ રહેવાની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં તીવ્ર ગરમીનો સમયગાળો આખા માર્ચ મહિના સુધી ચાલુ રહેવાનો છે. જોકે, એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

