Get App

Chandrayaan 3: ચંદ્રયાન-3માં અમદાવાદ ઈસરોનું મહત્ત્વનું યોગદાન; સોફ્ટ લેન્ડિગની એ 17 મિનિટ દેશવાસીઓના વધારશે ધબકારા

Chandrayaan 3: ચંદ્રયાન-3માં અમદાવાદ ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન. 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-૩માં મહત્વનું કામ કર્યું, લેન્ડરની ઉતરણની સાઈટનું સિલેક્શન પણ અમદાવાદ સેન્ટર દ્વારા કરાયું

MoneyControl Newsઅપડેટેડ Aug 22, 2023 પર 4:30 PM
Chandrayaan 3: ચંદ્રયાન-3માં અમદાવાદ ઈસરોનું મહત્ત્વનું યોગદાન; સોફ્ટ લેન્ડિગની એ 17 મિનિટ દેશવાસીઓના વધારશે ધબકારાChandrayaan 3: ચંદ્રયાન-3માં અમદાવાદ ઈસરોનું મહત્ત્વનું યોગદાન; સોફ્ટ લેન્ડિગની એ 17 મિનિટ દેશવાસીઓના વધારશે ધબકારા
Chandrayaan 3: ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની એ 17 મિનિટ દેશના ધબકારા વધારી દેશે

Chandrayaan 3: ભારતનું મહામિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન 3માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-૩માં મહત્વનું કામ કર્યું છે.

હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા

ચંદ્રયાન-3માં લગાવેલા લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા અમદાવાદ ઈસરો સેન્ટરમાં તૈયાર કરાયા છે. જે લેન્ડિંગમાં પાયારૂપ ભૂમિકા ભજવશે. આ કેમેરા વિક્રમ લેન્ડરનું 'હૃદય' કહેવાય તો ખોટું નથી. આ કેમેરા લેન્ડિંગનો સમગ્ર ડેટા ઈસરોના મેઈન સેન્ટર સુધી પહોંચાડશે. જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 7.5 કિલોમીટર દૂર હશે ત્યારે ચંદ્રની જમીન પરનો તમામ ડેટા એકત્રિત કરી પૃથ્વી સુધી પહોંચાડશે. આ ડેટા એકત્રિત કરવાની કામગીરી કા બેન્ડ રડાર સિસ્ટમ કરશે.

સુર્યોદયનો સમય નક્કી

બધા સમાચાર

+ વધુુ વાંચો