Dengue in India: ભારતમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. યૂનિયન મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના તાજેતરના ડેટા મુજબ, ઑગસ્ટ 2025 સુધી દેશમાં ડેન્ગ્યુના 49,573 કેસ નોંધાયા છે, જેમાં 42 લોકોના મોત થયા છે. 2024માં કુલ 2,33,519 કેસ અને 297 મોત નોંધાયા હતા. દિલ્હીમાં 31 ઑગસ્ટ 2025 સુધી 964 કેસ નોંધાયા, જે ગયા વર્ષની સરખામણીએ ઓછા છે, જ્યારે 2024માં આ સંખ્યા 1,215 હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, હાલ કેસ ઓછા છે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.