Get App

Gujarati girl Ariha: ગુજરાતની દીકરી અરિહાનાને જર્મનીથી પરત લાવવા મુદ્દે ભારત સરકાર એક્શનમાં, જર્મન રાજદૂતને સમન્સ પાઠવીને માગી ડિટેલ્સ

Ariha shah case: ગુજરાતની દીકરી અરિહા શાહ લગભગ 20 મહિનાથી જર્મનીમાં ફસાયેલી છે. ત્યાં તેને ચાઈલ્ડ કેર સેન્ટરમાં રાખવામાં આવી છે. દિકરીના માતા-પિતા પર આરોપ લગાવીને માતાને કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. જો કે, પાછળથી ફોજદારી આરોપો છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યું ન હતું.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 11:53 AM
Gujarati girl Ariha: ગુજરાતની દીકરી અરિહાનાને જર્મનીથી પરત લાવવા મુદ્દે ભારત સરકાર એક્શનમાં, જર્મન રાજદૂતને સમન્સ પાઠવીને માગી ડિટેલ્સGujarati girl Ariha: ગુજરાતની દીકરી અરિહાનાને જર્મનીથી પરત લાવવા મુદ્દે ભારત સરકાર એક્શનમાં, જર્મન રાજદૂતને સમન્સ પાઠવીને માગી ડિટેલ્સ
અરિહાની માતા ધારા કહે છે કે આ વર્ષે ઓગસ્ટના અંતમાં અરિહા કેર હોમમાં બે વર્ષ પૂર્ણ કરશે. જર્મન સરકારના નિયમો હેઠળ, જો બાળક બે વર્ષથી ફોસ્ટર કેર હોમમાં છે, તો તે બાળક તેના માતાપિતાને પાછું આપવામાં આવતું નથી.

Gujarati girl Ariha: જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બાળકી અરિહા શાહનો મામલો ફરી એકવાર ગરમાયો છે. અરિહા નામની છોકરીને લગભગ 20 મહિનાથી જર્મનીમાં પાલક સંભાળમાં રાખવામાં આવી છે. આ મામલે બાળકીની માતા સતત મોદી સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી રહી છે. આ મામલે સરકારે આ સપ્તાહે જર્મનીના રાજદૂતને બોલાવ્યા હતા.

અરિહાની મુક્તિ માટે ભારતે આ અઠવાડિયે જર્મન રાજદૂત ફિલિપ એકરમેનને સમન્સ પાઠવ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું કહેવું છે કે અરિહા કેસને લઈને એકરમેનને આ અઠવાડિયે સમન્સ મોકલવામાં આવ્યું છે. ભારતનું કહેવું છે કે બાળક માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બિઅરબોકને અરિહા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંબંધીઓનો આરોપ છે કે દિકરીને 20 મહિનાથી બર્લિનના ફોસ્ટર કેર સેન્ટરમાં અમારાથી દૂર રાખવામાં આવી છે.

શું છે આ સમગ્ર મામલો?

બધા સમાચાર

+ વધુુ વાંચો