BRICS India: ભારતે બ્રિક્સ (BRICS) દ્વારા એવી રણનીતિ અપનાવી છે, જે અમેરિકાના વૈશ્વિક પ્રભુત્વને સીધી ટક્કર આપી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અને 50% ટેરિફના નિર્ણયનો જવાબ આપતાં ભારતે ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કોને વધુ વોસ્ટ્રો ખાતા ખોલવાની છૂટ આપી છે, જેથી વૈશ્વિક વેપાર રૂપિયામાં થઈ શકે. આ પગલાથી ડૉલરનું આંતરરાષ્ટ્રીય વર્ચસ્વ ઘટવાની શક્યતા છે, જે અમેરિકા માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.